ઓમ્ શાંતિ ! બાળકોએ શું કહ્યું અને કોને પોકાર્યા? હેં જ્ઞાનનાં સાગર અથવા હેં જ્ઞાન સૂર્ય બાબા…. ભગવાન ને બાબા કહેવાય છે ને. ભગવાન બાપ છે તો તમે બધાં બાળકો છો. બાળકો કહે છે અમે અંધકાર માં આવીને પડ્યાં છીએ. તમે અમને અજવાળા માં લઈ જાઓ. બાબા કહેવાથી સિદ્ધ થાય છે કે બાપ ને પોકારે છે. બાબા અક્ષર કહેવાથી પ્રેમ આવી જાય છે કારણ કે બાપ થી વરસો લેવાય છે. ફક્ત ઈશ્વર કે પ્રભુ કહેવાથી બાપનાં વારસાની રસના નથી આવતી. બાબા કહેવાથી વારસો યાદ આવી જાય છે. તમે પોકારો છો બાબા અમે અંધકાર માં આવીને પડ્યાં છીએ, આપ હવે ફરી જ્ઞાનથી અમારો દીપક જગાડો કારણ કે આત્માઓનાં દીપક બુઝાયેલાં છે. મનુષ્ય મરે છે તો ૧૨ દિવસ દીવો પ્રગટાવે છે. એક ઘી નાખવા માટે બેઠા રહે છે કે ક્યાંક દીવો બુઝાઈ ન જાય.
બાપ સમજાવે છે - તમે ભારતવાસી અજવાળામાં અર્થાત્ દિવસમાં હતાં. હવે રાત માં છો. ૧૨ કલાક દિવસ, ૧૨ કલાક રાત. તે હદની વાત. આ તો બેહદનો દિવસ અને બેહદની રાત છે. જેને કહેવાય છે કે બ્રહ્માનો દિવસ-સતયુગ ત્રેતા, બ્રહ્માની રાત-દ્વાપર કળયુગ. રાત્રે અંધકાર હોય છે. મનુષ્ય ઠોકરો ખાતા રહે છે. ભગવાન ને શોધવા માટે ચારેય તરફ ફેરા લગાવે છે, પરંતુ પરમાત્મા ને પામી નથી શકતાં. પરમાત્મા ને પામવા માટે જ ભક્તિ કરે છે. દ્વાપર થી ભક્તિ શરું થાય છે અર્થાત્ રાવણ રાજ્ય શરું થાય છે. દશેરા ની પણ એક કથા બનાવી છે. કથા હંમેશા મનોમન બનાવે છે, જેવી રીતે બાઈસ્કોપ, નાટક વગેરે બનાવે છે. શ્રીમત્ ભગવત ગીતા જ છે સાચ્ચી. પરમાત્માએ બાળકોને રાજયોગ શીખવાડ્યો, રાજાઈ આપી. પછી ભક્તિમાર્ગ માં બેસીને કથાઓ બનાવે છે. વ્યાસે ગીતા બનાવી અર્થાત્ કથા બનાવી. સાચ્ચી વાત તો બાપ દ્વારા તમે હમણાં સાંભળી રહ્યાં છો. હંમેશા બાબા-બાબા કહેવું જોઈએ. પરમાત્મા આપણાં બાબા છે, નવી દુનિયાનાં રચયિતા છે. તો જરુર એમનાથી આપણને સ્વર્ગનો વારસો મળવો જોઈએ. હમણાં તો ૮૪ જન્મ ભોગવી આપણે નર્કમાં આવીને પડ્યાં છીએ. બાપ સમજાવે છે બાળકો, તમે ભારતવાસી સૂર્યવંશી, ચંદ્રવંશી હતાં, વિશ્વનાં માલિક હતાં, બીજો કોઈ ધર્મ નહોતો, એને સ્વર્ગ અથવા કૃષ્ણપુરી કહેવાય છે. અહીંયા છે કંસપુરી. બાપદાદા યાદ અપાવે છે, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. બાપ જ જ્ઞાનનાં સાગર, શાંતિનાં સાગર પતિત-પાવન છે, ન કે પાણીની ગંગા. બધી બ્રાઈડ્સ (સજનીઓ) નાં એક જ ભગવાન બ્રાઈડગ્રૂમ (સાજન) છે-આ મનુષ્ય નથી જાણતાં, એટલે પૂછાય છે - આત્માનાં બાપ કોણ છે? તો મુંઝાઈ જાય છે. કહે છે અમે નથી જાણતાં. અરે આત્મા, તમે પોતાનાં બાપને નથી જાણતાં? કહે છે ગોડ ફાધર, પછી પૂછાય છે-એમનું નામ રુપ શું છે? ગોડ ને ઓળખો છો? તો કહી દે છે સર્વવ્યાપી છે. અરે બાળકોનાં બાપ ક્યારેય સર્વવ્યાપી હોય છે શું? રાવણની આસુરી મત પર કેટલાં બેસમજ બની જાય છે. દેહ-અભિમાન છે નંબરવન. પોતાને આત્મા નિશ્ચય નથી કરતાં. કહી દે છે હું ફલાણો છું. આ તો થઈ ગઈ શરીરની વાત. અસલ માં સ્વયં કોણ છે - આ નથી જાણતાં. હું જજ છું, હું આ છું…. ‘હું’ ‘હું’ કહેતાં રહે છે, પરંતુ આ ખોટું છે. હું અને મારું આ બે વસ્તુ છે. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. નામ શરીરનું પડે છે. આત્માનું કોઈ નામ નથી રખાતું. બાપ કહે છે - મારું નામ શિવ જ છે. શિવજયંતી પણ મનાવે છે. હવે નિરાકાર ની જયંતી કેવી રીતે હોઈ શકે? એ કોનામાં આવે છે, આ કોઈને ખબર નથી. બધી આત્માઓનું નામ આત્મા જ છે. પરમાત્માનું નામ છે શિવ. બાકી બધાં છે સાલિગ્રામ. આત્માઓ બાળક છે. એક શિવ સર્વ આત્માઓનાં બાપ છે. એ છે બેહદનાં બાપ. એમને બધાં પોકારે છે કે આવીને અમને પાવન બનાવો. અમે દુઃખી છીએ. આત્મા પોકારે છે, દુઃખમાં બધાં બાળકો યાદ કરે છે અને પછી આ જ બાળકો સુખમાં હોય છે તો કોઈ પણ યાદ નથી કરતાં. દુઃખી બનાવ્યાં છે રાવણએ.
બાપ સમજાવે છે - આ રાવણ તમારો જૂનો દુશ્મન છે. આ પણ ડ્રામાનો ખેલ બનેલો છે. તો હમણાં બધાં અંધકારમાં છે એટલે પોકારો છો હેં જ્ઞાન સૂર્ય આવો, અમને અજવાળા માં લઈ જાઓ. ભારત સુખધામ હતું તો કોઈ પોકારતાં નહોતાં. કોઈ અપ્રાપ્ત વસ્તુ નહોતી. અહીંયા તો ચિલ્લાવતાં રહે છે, હેં શાંતિ દેવા. બાપ આવી ને સમજાવે છે - શાંતિ તો તમારો સ્વધર્મ છે. ગળાનો હાર છે. આત્મા શાંતિધામની રહેવાસી છે. શાંતિધામ થી પછી સુખધામ માં જાય છે. ત્યાં તો સુખ જ સુખ છે. તમારે ચિલ્લાવવાનું નથી હોતું. દુઃખમાં જ ચિલ્લાવે છે - રહેમ કરો, દુઃખહર્તા સુખકર્તા બાબા આવો. શિવબાબા, મીઠા બાબા ફરીથી આવો. આવે જરુર છે ત્યારે તો શિવજયંતી મનાવે છે. શ્રીકૃષ્ણ છે સ્વર્ગનાં પ્રિન્સ. તેમની પણ જયંતી મનાવે છે. પરંતુ કૃષ્ણ ક્યારે આવ્યાં, આ કોઈને ખબર નથી. રાધે કૃષ્ણ જ સ્વયંવર નાં પછી લક્ષ્મી-નારાયણ બને છે. આ કોઇપણ નથી જાણતું. મનુષ્ય જ પોકારતાં રહે છે - ઓ ગોડ ફાધર…. સારું એમનું નામ-રુપ શું છે તો કહી દેશે નામ-રુપ થી ન્યારા છે. અરે, તમે કહો છો ગોડ ફાધર પછી નામ રુપ થી ન્યારા કહી દો છો. આકાશ પોલાર છે, તેનું પણ નામ છે આકાશ. તમે કહો છો અમે બાપનાં નામ-રુપ વગેરે ને નથી જાણતાં, સારું પોતાને જાણો છો? હા અમે આત્મા છીએ. સારું આત્માનું નામ-રુપ બતાવો. પછી કહી દેશે આત્મા સો પરમાત્મા છે. આત્મા નામ-રુપ થી ન્યારી તો હોઈ ન શકે. આત્મા એક બિંદી સ્ટાર માફક છે. ભ્રકુટી ની વચમાં રહે છે. જે નાની એવી આત્મામાં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. આ ખૂબ સમજવાની વાત છે એટલે ૭ દિવસ ભઠ્ઠી ગવાયેલી છે. દ્વાપર થી રાવણ રાજ્ય શરું થયું છે ત્યારથી વિકારોની પ્રવેશતા થઇ છે. સીડી ઉતરતા આવ્યાં છે. હવે બધાને ગ્રહણ લાગેલું છે, કાળા થઈ ગયાં છે એટલે પોકારે છે હેં જ્ઞાન સૂર્ય આવો. આવીને અમને અજવાળા માં લઈ જાઓ. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ…. બુદ્ધિમાં બાપ આવે છે. એવું નથી જ્ઞાન અંજન ગુરુ દિયા…. ગુરુ તો અનેક છે, તેમનામાં જ્ઞાન ક્યાં છે. એમનું થોડી ગાયન છે. જ્ઞાન-સાગર, પતિત-પાવન, સર્વનાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. પછી બીજું કોઈ જ્ઞાન આપી કેવી રીતે શકે. સાધુ લોકો કહી દે છે ભગવાન થી મળવાનાં અનેક રસ્તા છે. શાસ્ત્ર વાંચવા, યજ્ઞ, તપ વગેરે કરવાં - આ બધાં ભગવાન થી મળવાનાં રસ્તા છે પરંતુ પતિત પછી પાવન દુનિયામાં જઈ કેવી રીતે શકે છે. બાપ કહે છે - હું સ્વયં આવું છું. ભગવાન તો એક જ છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર પણ દેવતા છે, તેમને ભગવાન નહીં કહેશે. એમનાં પણ બાપ શિવ છે. પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા જ હશે ને. પ્રજા અહીંયા છે. નામ પણ લખેલું છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈન્સ્ટીટ્યૂશન (સંસ્થા). તો બાળકો થયાં. અસંખ્ય બી.કે. છે. વારસો શિવ થી મળે છે, ન કે બ્રહ્મા થી. વારસો દાદા થી મળે છે. બ્રહ્મા દ્વારા બેસીને સ્વર્ગમાં જવાનાં લાયક બનાવે છે. બ્રહ્મા દ્વારા બાળકોને એડોપ્ટ કરે છે. બાળકો પણ કહે છે બાબા અમે તમારા જ છીએ, તમારાથી વારસો લઈએ છીએ. બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે વિષ્ણુપુરી ની. શિવબાબા રાજ્યોગ શીખવાડે છે. શ્રીમત અથવા શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ ભગવાન ની ગીતા છે. ભગવાન એક જ નિરાકાર છે. બાપ સમજાવે છે - આપ બાળકોએ ૮૪ જન્મ લીધાં છે. આત્મા પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ... બહુકાળ થી અલગ તો ભારતવાસી જ હતાં. બીજો કોઈ ધર્મ નહોતો. તે જ પહેલાં-પહેલાં છૂટા પડયાં છે. બાપ થી છૂટા પડીને અહીંયા પાર્ટ ભજવવા આવ્યાં છે. બાબા કહે છે - હેં આત્માઓ હવે મુજ બાપને યાદ કરો. આ છે યાદ ની યાત્રા અથવા યોગ અગ્નિ. તમારા માથા પર જે પાપો નો બોજો છે, તે આ યોગ અગ્નિ થી ભસ્મ થશે. હેં મીઠા બાળકો, તમે ગોલ્ડન એજ (સતયુગ) થી આઈરન એજ (કળયુગ) માં આવી ગયાં છો. હવે મને યાદ કરો. આ બુદ્ધિનું કામ છે ને. દેહ સહિત દેહનાં બધાં સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. તમે આત્મા છો ને. આ તમારું શરીર છે. હું, હું આત્મા કરે છે. તમને રાવણે પતિત બનાવ્યાં છે. આ ખેલ બનેલો છે. પાવન ભારત અને પતિત ભારત. જ્યારે પતિત બને છે તો બાપ ને પોકારે છે. રામરાજ્ય જોઈએ. કહે પણ છે, પરંતુ અર્થ ને નથી સમજતાં. જ્ઞાન આપવા વાળા જ્ઞાનનાં સાગર તો એક જ બાપ છે. બાપ જ આવીને સેકન્ડમાં વારસો આપે છે. હમણાં તમે બાપનાં બન્યાં છો. બાપ થી સૂર્યવંશી, ચંદ્રવંશી વારસો લેવાં. પછી સતયુગ, ત્રેતા માં તમે અમર બની જાઓ છો. ત્યાં એવું નહીં કહેશે કે ફલાણા મરી ગયાં. સતયુગ માં અકાળે મૃત્યુ થતું નથી. તમે કાળ પર જીત પામો છો. દુઃખ નું નામ નથી રહેતું. એને કહેવાય છે સુખધામ. બાપ કહે છે હું તો તમને સ્વર્ગની બાદશાહી આપું છું. ત્યાં તો ખૂબ વૈભવ છે. ભક્તિમાર્ગ માં મંદિર બનાવ્યાં છે તે સમયે પણ કેટલું ધન હતું. ભારત શું હતું! બાકી બીજી બધી આત્માઓ નિરાકારી દુનિયામાં હતી. બાળકો જાણી ગયાં છે - ઊંચે થી ઊંચા બાબા હવે સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છે. ઊંચેથી ઊંચા છે શિવબાબા, પછી છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર સૂક્ષ્મવતન વાસી. પછી આ દુનિયા.
જ્ઞાનથી જ આપ બાળકોની સદ્દગતિ થાય છે. ગવાય પણ છે-જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જૂની દુનિયાથી વૈરાગ્ય આવે છે, કારણ કે સતયુગની બાદશાહી મળે છે. હવે બાપ કહે છે - બાળકો, મામેકમ્ યાદ કરો. મને યાદ કરતાં તમે મારી પાસે આવી જશો. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- માથા પર જે પાપો નો બોજ છે તેને યોગ અગ્નિ થી ભસ્મ કરવાનો છે. બુદ્ધિ થી દેહ સહિત દેહનાં બધાં સંબંધો છોડી એક બાપ ને યાદ કરવાનાં છે.
- પોકારવા કે ચિલ્લાવવાનાં બદલે પોતાનાં શાંત સ્વરુપ માં સ્થિત રહેવાનું છે, શાંતિ ગળાનો હાર છે. દેહ-અભિમાન માં આવીને "હું” અને "મારું” શબ્દ નથી કહેવાનો, સ્વયંને આત્મા નિશ્ચય કરવાનું છે.