27-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - નિશ્ચય જ્ઞાન યોગ થી બેસે , સાક્ષાત્કાર થી નહીં . સાક્ષાત્કારની ડ્રામા માં નોંધ છે , બાકી એનાથી કોઈનું કલ્યાણ નથી થતું ”

પ્રશ્ન :-
બાબા કઈ તાકાત નથી દેખાડતા પરંતુ બાપની પાસે જાદુગરી અવશ્ય છે?

ઉત્તર :-
મનુષ્ય સમજે છે ભગવાન તો તાકાતવાન છે, તે મરેલાને પણ જીવતા કરી શકે છે, પરંતુ બાબા કહે આ તાકાત હું નથી દેખાડતો. બાકી કોઈ નૌધા ભક્તિ કરે છે તો તેમને સાક્ષાત્કાર કરાવી દઉં છું. આ પણ ડ્રામા માં નોંધ છે. સાક્ષાત્કાર કરાવાની જાદુગરી બાપની પાસે છે એટલે ઘણાં બાળકોને ઘરે બેસીને પણ બ્રહ્મા કે શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર થઈ જાય છે.

ગીત :-
કૌન આયા મેરે મન કે દ્વારે ……….

ઓમ શાંતિ!
આ બાળકોનાં અનુભવ નું ગીત છે. સતસંગ તો બહુજ છે, ખાસ ભારતમાં તો અનેક સતસંગ છે, અનેક મત-મતાંતર છે, વાસ્તવમાં તે કોઈ સતસંગ નથી. સતસંગ એક હોય છે. બાકી તમે ત્યાં કોઈ વિદ્વાન, આચાર્ય, પંડિત નું મુખ જોશો, બુદ્ધિ તે તરફ જશે. અહીંયા પછી અનોખી વાત છે. આ સતસંગ એક જ વખત આ સંગમયુગ પર થાય છે. આ તો બિલકુલ નવી વાત છે, એ બેહદ નાં બાપનું શરીર તો કોઈ છે નહીં. કહે છે હું તમારો નિરાકાર શિવબાબા છું. તમે બીજા સતસંગો માં જાઓ છો તો શરીરોને જ જુઓ છો. શાસ્ત્ર યાદ કરી પછી સંભળાવે છે, અનેક પ્રકારનાં શાસ્ત્ર છે, તે તો તમે જન્મ-જન્માન્તર સાંભળતા આવ્યાં છો. હવે છે નવી વાત. બુદ્ધિ થી આત્મા જાણે છે, બાપ કહે છે-હેં મારા સિકીલધા બાળકો, હેં મારા સાલીગ્રામો! આપ બાળકો જાણો છો ૫ હજાર વર્ષ પહેલાં આ શરીર દ્વારા બાબાએ ભણાવ્યું હતું. તમારી બુદ્ધિ એકદમ દૂર ચાલી જાય છે. તો બાબા આવ્યાં છે. બાબા અક્ષર એટલો મીઠો છે. એ છે માત-પિતા. કોઈ પણ સાંભળશે તો કહેશે ખબર નહિં આમનાં માત-પિતા કોણ છે? બરાબર એ સાક્ષાત્કાર કરાવે છે તો તેમાં પણ તે મુંઝાય છે. ક્યારેક બ્રહ્માને, ક્યારેક કૃષ્ણને જોઈ લે છે. તો વિચાર કરતાં રહે કે આ શું છે? બ્રહ્માનો પણ અનેકોને ઘરે બેઠાં સાક્ષાત્કાર થાય છે. હવે બ્રહ્માની તો ક્યારેય કોઈ પૂજા કરતાં નથી. કૃષ્ણ વગેરેની તો કરે છે. બ્રહ્મા ને તો કોઈ જાણતા પણ નહીં હશે. પ્રજાપિતા બ્રહ્મા તો હમણાં આવ્યાં છે, આ છે પ્રજાપિતા. બાપ બેસી સમજાવે છે કે આખી દુનિયા પતિત છે તો જરુર આ પણ બહુજ જન્મોનાં અંતમાં પતિત થયાં. કોઈ પણ પાવન નથી એટલે કુંભ નાં મેળા પર, હરિદ્વાર ગંગા સાગર નાં મેળા પર જાય છે, સમજે છે સ્નાન કરવાથી પાવન બની જઈશું. પરંતુ આ નદીઓ કોઈ પતિત-પાવની થોડી હોઈ શકે. નદીઓ તો નીકળે છે સાગર થી. વાસ્તવમાં તમે છો જ્ઞાન ગંગાઓ, મહત્વ તમારું છે. તમે જ્ઞાન ગંગાઓ જ્યાં-ત્યાં નીકળો છો, તે લોકો પછી દેખાડે છે, તીર માર્યું અને ગંગા નીકળી. તીર મારવાની તો વાત નથી. આ જ્ઞાન ગંગાઓ દેશ-દેશાંતર જાય છે.

શિવબાબા કહે છે હું ડ્રામાનાં બંધનમાં બંધાયેલો છું. બધાનો પાર્ટ નિશ્ચિત કરેલો છે. મારો પણ પાર્ટ નિશ્ચિત છે. કોઈ સમજે ભગવાન તો બહુજ તાકાતમંદ છે, મરેલા ને પણ જીવતા કરી શકે છે. આ બધાં ગપોડા છે. હું આવું છું ભણાવવા માટે. બાકી તાકાત શું દેખાડશે. સાક્ષાત્કારની પણ જાદુગરી છે. નૌધા ભક્તિ કરે છે તો હું સાક્ષાત્કાર કરાવું છું. જેવી રીતે કાળીનું રુપ દેખાડે છે, તેનાં પર પછી તેલ ચઢાવે છે. હવે એવી કાળી તો છે નહીં, પરંતુ કાળી ની નૌધા ભક્તિ ખુબ કરે છે. વાસ્તવમાં કાળી તો જગત અંબા છે. કાળી નું એવું રુપ તો નથી, પરંતુ નૌધા ભક્તિ કરવાથી બાબા ભાવનાનું ભાડું આપી દે છે. કામ ચિતા પર બેસવાથી કાળા બન્યાં, હવે જ્ઞાન ચિતા પર બેસી ગોરા બને છે. જે કાળી હવે જગદંબા બની છે તે સાક્ષાત્કાર કેવી રીતે કરાવશે. તે તો હમણાં અનેક જન્મોનાં અંતનાં પણ અંતવાળા જન્મ માં છે. દેવતાઓ તો હમણાં છે નહીં. તો તે શું સાક્ષાત્કાર કરાવશે. બાપ સમજાવે છે આ સાક્ષાત્કાર ની ચાવી મારા હાથમાં છે. અલ્પકાળનાં માટે ભાવના પૂરી કરવા માટે સાક્ષાત્કાર કરાવી દઉં છું. પરંતુ તે કોઈ મને નથી મળતાં. દૃષ્ટાંત એક કાળી નું આપે છે. આવી રીતે ઘણાં છે - હનુમાન, ગણેશ વગેરે. ભલે સિક્ખ લોકો પણ ગુરુનાનક ની ખુબ ભક્તિ કરે તો તેમને પણ સાક્ષાત્કાર થઇ જશે. પરંતુ તેઓ તો નીચે ચાલ્યાં આવે છે. બાબા બાળકોને દેખાડે છે કે જુઓ આ ગુરુનાનકની ભક્તિ કરી રહ્યાં છે. સાક્ષાત્કાર તો પણ હું કરાવું છું. તે કેવી રીતે સાક્ષાત્કાર કરાવશે. તેમની પાસે સાક્ષાત્કાર કરાવવાની ચાવી નથી. આ બાબા કહે છે મને વિનાશ, સ્થાપના નો સાક્ષાત્કાર પણ એ બાબાએ કરાવ્યો, પરંતુ સાક્ષાત્કાર થી કોઈનું પણ કલ્યાણ નથી. એવાં તો અનેકોને સાક્ષાત્કાર થતા હતાં. આજે તે છે નહીં. ઘણાં બાળકો કહે છે અમને જ્યારે સાક્ષાત્કાર થાય તો નિશ્ચય બેસે. પરંતુ નિશ્ચય સાક્ષાત્કાર થી નથી થઈ શકતો. નિશ્ચય બેસે છે જ્ઞાન અને યોગ થી. ૫ હજાર વર્ષ પહેલાં પણ મેં કહ્યું હતું કે આ સાક્ષાત્કાર હું કરાવું છું. મીરાએ પણ સાક્ષાત્કાર કર્યો. એવું નહીં કે આત્મ ત્યાં ચાલી ગઈ. નહીં, બેઠાં-બેઠાં સાક્ષાત્કાર કરી લે છે પરંતુ મને નથી પ્રાપ્ત કરી શકતાં.

બાપ કહે છે કોઈ પણ વાતનો સંશય હોય તો જે પણ બ્રાહ્મણીઓ (ટીચર્સ) છે, તેમને પૂછો. આ તો જાણો છો બાળકીઓ પણ નંબરવાર છે, નદીઓ પણ નંબરવાર હોય છે. કોઈ તો તળાવ પણ છે, ખુબ ગંદુ, વાસી પાણી હોય છે. ત્યાં પણ શ્રધ્ધાભાવ થી મનુષ્ય જાય છે. તે છે ભક્તિની અંધશ્રદ્ધા. ક્યારેય પણ કોઈ થી ભક્તિ છોડાવવાની નથી. જ્યારે જ્ઞાન માં આવી જશે તો ભક્તિ જાતે જ છૂટી જશે. બાબા પણ નારાયણનાં ભક્ત હતાં, ચિત્રમાં જોયું લક્ષ્મી દાસી બની નારાયણનાં પગ દબાવી રહી છે તો એ બિલકુલ સારું ન લાગ્યું. સતયુગમાં એવું હોતું નથી. તો મેં એક આર્ટિસ્ટ (ચિત્રકાર) ને કહ્યું કે લક્ષ્મીને આ દાસીપણા થી વિદાય આપી દો. બાબા ભક્ત તો હતાં પરંતુ જ્ઞાન થોડી હતું. ભક્ત તો બધાં છે. આપણે તો બાબાનાં બાળકો માલિક છીએ. બ્રહ્માંડનાં પણ માલિક બાળકોને બનાવે છે. કહે છે તમને રાજ્ય-ભાગ્ય આપું છું.આવાં બાબા ક્યારે જોયા? એ બાપને પુરા યાદ કરવાનાં છે. એમને તમે આ આંખો થી નથી જોઈ શકતાં. એમનાથી યોગ લગાડવાનો છે. યાદ અને જ્ઞાન પણ બિલકુલ સહજ છે. બીજ અને ઝાડ ને જાણવાનું છે. તમે એ નિરાકારી ઝાડ થી સાકારી ઝાડમાં આવ્યાં છો. બાબાએ સાક્ષાત્કારનું રહસ્ય પણ સમજાવ્યું. ઝાડ નું રહસ્ય પણ સમજાવ્યું. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ બાબાએ સમજાવી છે. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેવ થી શિક્ષા મળે છે. હમણાં બાબા કહે છે હું તમને એવી શિક્ષા આપું છું, એવાં કર્મ શીખવાડું છું, જે તમે ૨૧ જન્મ સદા સુખી બની જાઓ છો. શિક્ષક શિક્ષા આપે છે ને. ગુરુ લોકો પણ પવિત્રતાની શિક્ષા આપે છે અથવા કથાઓ સંભળાવે છે. પરંતુ ધારણા બિલકુલ નથી હોતી. અહીંયા તો બાપ કહે છે અંત મતિ સો ગતિ થશે. મનુષ્ય જ્યારે મરે છે તો પણ કહે છે રામ-રામ કહો તો બુદ્ધિ તે તરફ ચાલી જાય છે. હવે બાપ કહે છે તમારો સાકાર થી યોગ છૂટ્યો. હવે હું તમને ખુબ સારા કર્મ શીખવાડું છું. શ્રીકૃષ્ણ નું ચિત્ર જુઓ, જૂની દુનિયા ને લાત મારી અને નવી દુનિયામાં આવે છે. તમે પણ જૂની દુનિયાને લાત મારી નવી દુનિયામાં જાઓ છો. તો તમારી નરકની તરફ છે લાત, સ્વર્ગ તરફ છે મુખ. શમશાન માં પણ અંદર જ્યારે પ્રવેશે છે તો મડદાનું મુખ તે તરફ કરી લે છે. પગ પાછળની તરફ કરી લે છે. તો આ ચિત્ર પણ એવું બનાવ્યું છે.

મમ્મા, બાબા અને આપ બાળકો, તમારે તો મમ્મા-બાબા ને ફોલો (અનુકરણ) કરવાનાં છે, જે તેમની ગાદી પર બેસો. રાજાનાં બાળકો પ્રિન્સ-પ્રિન્સેજ (રાજકુમાર-રાજકુમારી) કહેવાય છે ને. તમે જાણો છો આપણે ભવિષ્યમાં પ્રિન્સ-પ્રિન્સેજ બનીએ છીએ. એવાં કોઈ બાપ-શિક્ષક-ગુરુ હશે જે તમને આવાં કર્મ શીખવાડે! તમે સદાકાળ માટે સુખી બનો છો. આ શિવબાબાનું વરદાન છે, એ આશીર્વાદ કરે છે. એમ નહીં, આપણા ઉપર તેમની કૃપા છે. ફક્ત કહેવાથી કાંઇ નથી થતું. તમારે શીખવાનું હોય છે. ફક્ત આશીર્વાદ થી તમે નહિં બની જશો. એમની મત પર ચાલવાનું છે. જ્ઞાન અને યોગ ની ધારણા કરવાની છે. બાપ સમજાવે છે કે મુખ થી રામ-રામ કહેવું પણ અવાજ થઈ જાય. તમારે તો વાણી થી પરે જવાનું છે. ચૂપ રહેવાનું છે. રમત પણ ખુબ સારી-સારી નીકળે છે. અભણને બુદ્ધુ કહેવાય છે. બાબા કહે છે કે હવે બધાને ભૂલી તમે બિલકુલ બુધ્ધુ બની જાઓ. હું જે તમને મત આપું છું તેનાં પર ચાલો. પરમધામ માં તમે બધી આત્માઓ વગર શરીર રહો છો પછી અહીંયા આવીને શરીર લો છો ત્યારે જીવ આત્મા કહેવાય છે. આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. તો બાપ કહે હું તમને ફર્સ્ટ ક્લાસ કર્મ શીખવાડું છું. શિક્ષક ભણાવે છે, એમાં તાકાતની શું વાત છે. સાક્ષાત્કાર કરાવે છે, તેને જાદુગરી કહેવાય છે. મનુષ્ય થી દેવતા બનાવવાં એવી જાદુગરી કોઈ કરી ન શકે. બાબા સોદાગર પણ છે, જુનું લઈને નવું આપે છે. આને જુનું લોખંડ નું વાસણ કહેવાય છે. આમનું કોઈ મૂલ્ય નથી. આજકાલ જુઓ તાંબાનાં પણ પૈસા નથી બનતાં. ત્યાં તો સોનાનાં સિક્કા હોય છે. વન્ડર છે ને. શું થી શું થઈ ગયું છે!

બાબા કહે છે હું તમને નંબરવન કર્મ શીખવાડું છું. મનમનાભવ થઈ જાઓ. પછી છે ભણતર જેનાથી સ્વર્ગનાં પ્રિન્સ બનશો. હમણાં દેવતા ધર્મ જે પ્રાયઃલોપ થઈ ગયો છે, તે ફરી થી સ્થાપન થાય છે. મનુષ્ય તમારી નવી વાતો સાંભળીને વન્ડર ખાય છે. કહે છે કે સ્ત્રી-પુરુષ બન્ને સાથે રહીને પવિત્ર રહી શકે-આ કેવી રીતે થઈ શકે! બાબા તો કહે ભલે સાથે રહો, નહીં તો ખબર કેવી રીતે પડે. વચમાં જ્ઞાન તલવાર રાખવાની છે, એટલી બહાદુરી દેખાડવાની છે. પરીક્ષા થાય છે. તો મનુષ્ય આ વાતોમાં વન્ડર ખાય છે કારણ કે શાસ્ત્રોમાં તો આવી વાતો છે નહીં. અહીંયા તો પ્રેક્ટિકલમાં મહેનત કરવી પડે છે. ગંધર્વ વિવાહની વાત અહીંયા ની છે. હમણાં તમે પવિત્ર બનો છો. તો બાબા કહે બહાદુરી દેખાડો. સન્યાસીઓની આગળ સબૂત આપવાનું છે. સમર્થ બાબા જ આખી દુનિયાને પાવન બનાવે છે. બાપ કહે છે ભલે સાથે રહો ફક્ત નંગન નથી થવાનું. આ બધી છે યુક્તિઓ. બહુજ જબરજસ્ત પ્રાપ્તિ છે ફક્ત એક જન્મ બાબાનાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર પવિત્ર રહેવાનું છે. યોગ અને જ્ઞાન થી એવરહેલ્દી (સદા સ્વસ્થ) બનો છો ૨૧ જન્મોનાં માટે, આમાં મહેનત છે ને. તમે છો શક્તિ સેના. માયા પર જીત પહેરી જગતજીત બનો છો. બધાં થોડી બનશે. જે બાળકો પુરુષાર્થ કરશે તે ઉંચ પદ પામશે. તમે ભારતને જ પવિત્ર બનાવી ને પછી ભારત પર જ રાજ્ય કરો છો. લડાઇ થી ક્યારેય સૃષ્ટિની બાદશાહી મળી ન શકે. આ વન્ડર છે ને. આ સમયે બધાં આપસમાં લડીને ખલાસ થઈ જાય છે. માખણ ભારતને મળે છે. અપાવવા વાળી છે વંદે માતરમ. બહુમતી માતાઓની છે. હવે બાબા કહે છે જન્મ-જન્માંતર તમે ગુરુ કરતાં આવ્યાં, શાસ્ત્ર વાંચતા આવ્યાં છો. હવે હું તમને સમજાવું છું-જજ યોર સેલ્ફ (સ્વયંની તપાસ કરો), રાઈટ (સત્ય) શું છે? સતયુગ છે રાયટિયસ દુનિયા (સચખંડ). માયા અનરાઈટિયસ બનાવે છે. હવે ભારતવાસી, ઈરિલિજસ (અધર્મી) બની ગયાં છે. રિલિજન (ધર્મ) નથી એટલે માઈટ (શક્તિ) નથી રહી. ઈરીલીજસ, અનરાઈટિયસ, અનલોફુલ, ઇનસાલવેન્ટ બની ગયાં છે. બેહદનાં બાપ છે એટલે બેહદ ની વાતો સમજાવે છે, કહે છે કે પછી તમને રિલિજિયસ મોસ્ટ પાવરફુલ બનાવું છું. સ્વર્ગ બનાવવું તો પાવરફુલનું કામ છે. પરંતુ છે ગુપ્ત. ઇનકાગનીટો વારીયર્સ છે. બાપને બાળકો પર ખુબ પ્રેમ હોય છે. મત આપે છે, બાપની મત, શિક્ષકની મત, ગુરુની મત, સોની ની મત, ધોબીની મત-આમાં બધી મતો આવી જાય છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ એક અંતિમ જન્મમાં બાપનાં ડાયરેક્શન પર ચાલી ઘર ગૃહસ્થ માં રહેતા પવિત્ર રહેવાનું છે. આમાં બહાદુરી દેખાડવાની છે.

2. શ્રીમત પર સદા શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે. વાણી થી પરે જવાનું છે, જે કાંઈ વાંચ્યું કે સાંભળ્યું છે તેને ભૂલી બાપને યાદ કરવાનાં છે.

વરદાન :-
શુભચિંતન દ્વારા જ્ઞાન સાગર માં સમાવવા વાળા અતીન્દ્રિય સુખ નાં અનુભવી ભવ

જેમ સાગરનાં અંદર રહેવાવાળા જીવ જંતુ સાગરમાં સમાયેલા હોય છે, બહાર નથી નીકળવા ઇચ્છતા, માછલી પણ પાણીની અંદર રહે છે, સાગર કે પાણી જ તેમનો સંસાર છે. એમ આપ બાળકો પણ શુભચિંતન દ્વારા જ્ઞાન સાગર બાપમાં સદા સમાયેલા રહો, જ્યાં સુધી સાગરમાં સમાવવાનો અનુભવ નથી કર્યો ત્યાં સુધી અતીન્દ્રિય સુખનાં ઝૂલામાં ઝૂલવાનો, સદા હર્ષિત રહેવાનો અનુભવ નહીં કરી શકો. આનાં માટે સ્વયંને એકાંતવાસી બનાવો અર્થાત્ સર્વ આકર્ષણનાં વાયબ્રેશન થી અંતર્મુખી બનો.

સ્લોગન :-
પોતાનાં ચહેરાને એવું હરતું-ફરતું મ્યુઝિયમ બનાવો જેમાં બાપ બિંદુ દેખાય.