23-12-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
પતિત દુનિયા એક જૂનું ગામ છે , આ તમારા રહેવા લાયક નથી , તમારે હવે નવી પાવન
દુનિયામાં જવાનું છે ”
પ્રશ્ન :-
બાપ પોતાનાં
બાળકોને ઉન્નતિ ની કઈ એક યુક્તિ બતાવે છે?
ઉત્તર :-
બાળકો, તમે આજ્ઞાકારી બની બાપદાદાની મત પર ચાલતાં રહો. બાપદાદા બંને ભેગાં છે, એટલે
જો આમનાં કહેવાથી કંઈ નુકસાન પણ થયું તો પણ જવાબદાર બાપ છે, બધું ઠીક કરી દેશે. તમે
પોતાની મત નહીં ચલાવો, શિવબાબા ની મત સમજી ચાલતાં રહો તો બહુજ ઉન્નતિ થશે.
ઓમ શાંતિ!
પહેલી-પહેલી
મુખ્ય વાત રુહાની બાળકોને રુહાની બાપ સમજાવે છે કે પોતાને આત્મા નિશ્ચય કરી બેસો અને
બાપ ને યાદ કરો તો તમારા બધાં દુઃખ દૂર થઈ જશે. તે લોકો આશીર્વાદ આપે છે ને, આ બાપ
પણ કહે છે - બાળકો, તમારા બધાં દુઃખ દૂર થઈ જશે. ફક્ત પોતાને આત્મા સમજી બાપ ને યાદ
કરો. આ તો અતિ સહજ છે. આ છે ભારતનો પ્રાચીન સહજ રાજયોગ. પ્રાચીન નો પણ સમય તો જોઈએ
ને. લોંગ-લોંગ (લાંબો સમય) પણ કેટલો? બાપ સમજાવે છે પૂરા ૫ હજાર વર્ષ પહેલાં આ
રાજ્યોગ શીખવાડ્યો હતો. આ બાપ વગર કોઈ સમજાવી ન શકે અને બાળકો વગર કોઈ સમજી ન શકે.
ગાયન પણ છે આત્માઓ, બાળકો અને પરમાત્મા બાપ અલગ રહ્યાં બહુકાળ…... બાપ જે કહે છે તમે
સીડી ઉતરતા-ઉતરતા પતિત બની ગયાં છો. હવે સ્મૃતિ આવી. બધાં ચિલ્લાવે છે-હેં
પતિત-પાવન….. કળયુગમાં પતિત જ હોય છે. સતયુગ માં હોય છે પાવન. એ છે જ પાવન દુનિયા.
આ જૂની પતિત દુનિયા રહેવા લાયક નથી. પરંતુ માયાનો પણ પ્રભાવ કાંઈ ઓછો નથી. અહીંયા
જુઓ તો ૧૦૦-૧૨૫ માળનાં મોટા-મોટા મકાન બનાવતાં રહે છે. આને માયાનો પામ્પ (ભપકો)
કહેવાય છે. માયાનો ભપકો એવો છે જે કહો સ્વર્ગ ચાલો, તો કહી દેશે અમારા માટે સ્વર્ગ
તો અહીંયા જ છે, આને માયાનો જલવો કહેવાય છે. પરંતુ આપ બાળકો જાણો છો આ તો જૂનું ગામ
છે, આને કહેવાય છે નર્ક, જૂની દુનિયા તે પણ રૌરવ નર્ક. સતયુગ ને કહેવાય જ છે સ્વર્ગ.
આ અક્ષર તો છે ને. આને વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા) તો બધાં કહેશે. વાઇસલેસ વર્લ્ડ
(નિર્વિકારી દુનિયા) તો આ સ્વર્ગ હતું. સ્વર્ગ ને કહેવાય જ છે વાઈસલેસ વર્લ્ડ, નર્ક
ને વિશશ વર્લ્ડ કહેવાય છે. આટલી પણ સહજ વાતો કેમ નથી કોઈની બુદ્ધિમાં આવતી! મનુષ્ય
કેટલાં દુઃખી છે. કેટલાં લડાઈ-ઝઘડા વગેરે થતાં રહે છે. દિવસ-પ્રતિદિવસ બોમ્બસ વગેરે
પણ એવાં બનાવતાં રહે છે, જે પડે અને મનુષ્ય ખતમ થઈ જાય. પરંતુ તુચ્છ બુદ્ધિ મનુષ્ય
સમજતાં નથી કે હવે શું થવાનું છે. આ વાતો કોઈ સમજાવી નથી શકતું સિવાય બાપનાં, શું
થવાનું છે? જૂની દુનિયાનો વિનાશ થવાનો છે અને નવી દુનિયાની સ્થાપના પણ ગુપ્ત થઈ રહી
છે.
આપ બાળકોને કહેવાય જ છે - ગુપ્ત વારીયર્સ (યોદ્ધા). કોઈ સમજે છે શું, કે તમે લડાઈ
કરી રહ્યાં છો. તમારી લડાઈ છે જે ૫ વિકારો થી. બધાને કહો છો પવિત્ર બનો. એક બાપનાં
બાળકો છો ને, પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો તો બધાં ભાઈ-બહેન થયાં ને. સમજાવવાની ઘણી
યુક્તિઓ જોઈએ. પ્રજાપિતા બ્રહ્માનાં તો અસંખ્ય બાળકો છે, એક તો નથી. નામ જ છે
પ્રજાપિતા. લૌકિક બાપને ક્યારેય પ્રજાપિતા નહીં કહીશું. પ્રજાપિતા બ્રહ્મા છે તો
તેમનાં બધાં બાળકો આપસમાં ભાઇ-બહેન, બ્રહ્માકુમાર-કુમારીઓ થયાં ને. પરંતુ સમજતાં નથી.
જેમ કે પથ્થર બુદ્ધિ છે, સમજવાની કોશિશ પણ નથી કરતાં. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો
ભાઈ-બહેન થઈ ગયાં. વિકારમાં તો જઈ ન શકે. તમારા બોર્ડ પર પણ પ્રજાપિતા અક્ષર ખુબ
જરુરી છે. આ અક્ષર તો જરુર નાખવાં જોઈએ. ફક્ત બ્રહ્મા લખવાથી એટલું જોરદાર નથી થતું.
તો બોર્ડમાં પણ કરેક્ટ (સાચાં) અક્ષર લખી સુધારવું પડે. આ છે બહુ જરુરી અક્ષર.
બ્રહ્મા નામ તો સ્ત્રી નું પણ છે. નામ જ ખુટી ગયાં છે તો પુરુષ નું નામ સ્ત્રી પર
રાખી દીધું છે. આટલાં નામ લાવે ક્યાંથી? છે તો બધું ડ્રામા પ્લાન અનુસાર. બાપનાં
વફાદાર, આજ્ઞાકારી બનવું કોઈ માસીનું ઘર નથી. બાપ અને દાદા બંને ભેગાં છે ને. સમજી
નથી શકતાં આ કોણ છે? ત્યારે શિવબાબા કહે છે મારી આજ્ઞા ને પણ સમજી નથી શકતાં. ઉલટું
કહે કે સુલ્ટું, તમે સમજો શિવબાબા કહે છે તો જવાબદાર એ થઈ જશે. આમનાં કહેવાથી કંઈ
નુકસાન થયું તો પણ જવાબદાર એ હોવાથી, એ બધું ઠીક કરી દેશે. શિવબાબા નું જ સમજતાં રહો
તો તમારી ઉન્નતિ બહુજ થશે. પરંતુ મુશ્કેલ સમજે છે. કોઈ પછી પોતાની મત પર ચાલતાં રહે
છે. બાપ કેટલાં દૂરથી આવે છે આપ બાળકોને ડાયરેક્શન આપવાં, સમજાવવાં. બીજા કોઈની પાસે
તો આ આદ્યાત્મિક નોલેજ નથી. આખો દિવસ આ ચિંતન ચાલવું જોઈએ-શું લખીએ જે મનુષ્ય સમજે.
એવાં-એવાં સીધા અક્ષર લખવાં જોઈએ જે મનુષ્યો ની દૃષ્ટિ પડે. તમે એવું સમજાવો કે કોઈ
પ્રશ્ન પૂછવાની દરકાર જ ન પડે. બોલો, બાપ કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો તો
બધાં દુઃખ દૂર થઈ જશે. જે સારી રીતે યાદ માં રહેશે તે જ ઉંચ પદ પામશે. આ તો સેકન્ડ
ની વાત છે. મનુષ્ય શું-શું પૂછતાં રહે છે-તમે કંઈ પણ નહીં બતાવો. કહો, વધારે પૂછો
નહીં. પહેલાં એક વાત નિશ્ચય કરો, પ્રશ્નોનાં વધારે જંગલમાં પડી જશો તો પછી નીકળવાનો
રસ્તો મળશે નહીં. જેમ ફાગી (ધુમ્મસ) માં મનુષ્ય મુંઝાય છે તો પછી નીકળી નથી શકતાં,
આ પણ એવું છે મનુષ્ય ક્યાંથી ક્યાં માયા તરફ નીકળી જાય છે એટલે પહેલાં બધાને એક જ
વાત બતાવો-તમે તો આત્મા છો અવિનાશી. બાપ પણ અવિનાશી છે, પતિત-પાવન છે. તમે છો પતિત.
હવે કાં તો ઘરે જવાનું છે કાં તો નવી દુનિયામાં. જૂની દુનિયામાં અંત સુધી આવતાં રહે
છે. જે પૂરું ભણશે નહીં તે તો જરુર પાછળ આવશે. કેટલો હિસાબ છે અને પછી ભણતર થી પણ
સમજાય છે પહેલાં કોણ જશે? સ્કૂલમાં પણ નિશાની દેખાડે છે ને. દોડીને હાથ લગાવીને આવો.
પહેલાં નંબર વાળા ને ઈનામ મળે છે. આ છે બેહદની વાત. બેહદ નું ઇનામ મળે છે. બાપ કહે
છે યાદની યાત્રા પર રહો. દૈવીગુણ ધારણ કરવાનાં છે. સર્વગુણ સંપન્ન અહીંયા બનવાનું
છે એટલે બાબા કહે છે ચાર્ટ રાખો. યાદની યાત્રાનો પણ ચાર્ટ રાખો તો ખબર પડશે કે અમે
ફાયદા માં છીએ કે નુકસાન માં. પરંતુ બાળકો રાખતાં નથી. બાબા કહે છે પરંતુ બાળકો કરતાં
નથી. બહુ થોડાં કરે છે એટલે માળા પણ કેટલાં થોડાં ની જ છે. ૮ ઊંચી સ્કોલરશીપ લેશે
પછી ૧૦૮ પ્લસ માં રહે છે ને. પ્લસ માં કોણ જશે? બાદશાહ અને રાણી. બહુ જરાક ફરક રહે
છે.
તો બાપ કહે છે પહેલાં પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો - આ જ છે યાદની યાત્રા.
બસ આ જ બાપ નો સંદેશ આપવાનો છે. ટીક-ટીક કરવાની જરુર નથી, મનમનાભવ. દેહનાં બધાં
સંબંધ છોડી, જૂની દુનિયામાં બધાનો બુદ્ધિથી ત્યાગ કરવાનો છે કારણ કે હવે પાછાં જવાનું
છે, અશરીરી બનવાનું છે. અહિયાં બાબા યાદ અપાવે છે પછી આખાં દિવસમાં બિલ્કુલ યાદ પણ
નથી કરતાં, શ્રીમત પર નથી ચાલતાં. બુદ્ધિમાં બેસતું નથી. બાપ કહે છે નવી દુનિયામાં
જવું છે તો તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાબાએ આપણને રાજ્ય-ભાગ્ય આપ્યું,
આપણે ફરીથી એવી રીતે ગુમાવ્યું, ૮૪ જન્મ લીધાં. લાખો વર્ષની વાત નથી, ઘણાં બાળકો
અલ્ફ ને ન જાણવાનાં કારણે પછી બહુજ પ્રશ્ન પૂછતાં રહે છે. બાપ કહે છે પહેલાં મામેકમ્
યાદ કરો તો પાપ કપાઈ જાય અને દૈવીગુણ ધારણ કરો તો દેવતા બની જશો બીજું કંઈ પૂછવાની
દરકાર નથી. અલ્ફ ન સમજી બે ની ટીક-ટીક કરવાથી સ્વયં પણ મુંઝાય જાય છે પછી હેરાન થઈ
જાય છે. બાપ કહે છે પહેલાં અલ્ફ ને જાણવાથી બધું જાણી જશો. મારા દ્વારા મને જાણવાથી
તમે બધું જાણી જશો. બાકી જાણવાનું કંઈ રહેશે નહીં. એટલે ૭ દિવસ રાખવામાં આવે છે. ૭
દિવસમાં ઘણું સમજી શકે છે. પરંતુ નંબરવાર સમજવા વાળા હોય છે. કોઈ તો કંઈ પણ સમજતાં
નથી. તે શું રાજા રાણી બનશે. એકની ઉપર રાજાઈ કરશે શું? દરેકે પોતાની પ્રજા બનાવવાની
છે. સમય બહુ વ્યર્થ કરે છે. બાપ તો કહે છે બિચારા છે. ભલે કેટલાં પણ મોટા-મોટા
પદવાળા છે, પરંતુ બાપ જાણે છે એ તો બધું માટીમાં મળી જવાનું છે. બાકી થોડો સમય છે.
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વાળાનો તો વિનાશ થવાનો છે. આપણી આત્માઓની પ્રીત બુદ્ધિ
કેટલી છે, તે તો સમજી શકો છો. કોઈ કહે છે એક-બે કલાક યાદ રહે છે! શું લૌકિક બાપ થી
તમે એક-બે કલાક પ્રીત રાખો છો? આખો દિવસ બાબા-બાબા કરતાં રહો છો. અહીંયા ભલે
બાબા-બાબા કહો છો પરંતુ હડ્ડી પ્રીત થોડી છે. વારંવાર કહે છે શિવબાબા ને યાદ કરતાં
રહો. સાચી-સાચી યાદ કરવાની છે. ચાલાકી ચાલી ન શકે. ઘણાં છે જે કહે છે અમે તો શિવબાબા
ને ખુબ યાદ કરીએ છીએ પછી તે તો ઉડવા લાગી જાય. બાબા બસ અમે તો જઈએ છીએ સર્વિસ પર
અનેકોનું કલ્યાણ કરવાં. જેટલો અનેકોને સંદેશ આપશો એટલાં યાદમાં રહેશો. ઘણી બાળકીઓ
કહે છે બંધન છે. અરે, બંધન તો આખી દુનિયા ને છે, બંધન ને યુક્તિ થી કાપવાનું છે.
યુક્તિઓ ઘણી છે, સમજો કાલે મરી જાઓ છો તો પછી બાળકો કોણ સંભાળશે? જરુર કોઈ ન કોઈ
સંભાળવા વાળા નીકળી આવશે. અજ્ઞાનકાળ માં તો બીજા લગ્ન કરી લે છે. આ સમયે તો લગ્ન પણ
મુસીબત છે. કોઈને થોડા પૈસા આપીને કહો બાળકોને સંભાળો. તમારો આ મરજીવા જન્મ છે ને.
જીવતે જીવ મરી ગયાં પછી પાછળ કોણ સંભાળશે? તો જરુર નર્સ રાખવી પડે. પૈસાથી શું નથી
થઈ શકતું. બંધનમુક્ત જરુર બનવાનું છે. સર્વિસનાં શોખ વાળા જાતે જ ભાગશે. દુનિયાથી
મરી ગયાં ને. અહીંયા તો બાપ કહે છે મિત્ર-સંબંધીઓ વગેરે નો પણ ઉદ્ધાર કરો. બધાને
સંદેશ આપવાનો છે - મનમનાભવ નો, તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ. આ બાપ જ કહે છે
બીજા તો ઉપર થી આવે છે. એમની પ્રજા પણ એમની પાછળ આવતી રહેશે. જેમ ક્રાઈસ્ટ બધાને
નીચે લઇ આવે છે. નીચે પાર્ટ ભજવતા-ભજવતા જયારે અશાંત થાય છે તો કહે છે અમને શાંતિ
જોઈએ. બેઠા તો હતાં શાંતિ માં. પછી પ્રીસેપ્ટર (ગુરુ) પાછળ આવવું પડે છે. પછી કહે
છે હેં પતિત-પાવન આવો. કેવી રમત બનેલી છે. તે અંતમાં આવીને લક્ષ્ય લેશે. બાળકોએ
સાક્ષાત્કાર કરેલો છે. મનનનાભવ નું લક્ષ્ય આવીને લેશે. હમણાં તમે બેગર ટૂ પ્રિન્સ (કંગાળ
થી ભરપૂર) બનો છો. આ સમયનાં જે સાહૂકાર છે, તે બેગર બનશે. વન્ડર (અદ્દભુત) છે. આ
રમતને જરા પણ કોઈ નથી જાણતાં. આખી રાજધાની સ્થાપન થઈ રહી છે. કોઈ તો ગરીબ પણ બનશે
ને. આ ખુબ દૂરાંદેશ બુદ્ધિ થી સમજવાની વાતો છે. અંતમાં બધો સાક્ષાત્કાર થશે આપણે
કેવી રીતે ટ્રાન્સફર થઇએ છીએ. તમે ભણો છો નવી દુનિયાનાં માટે. હમણાં છો સંગમ પર.
ભણીને પાસ કરશો તો દૈવીકુળ માં જશો. હમણાં બ્રાહ્મણ કુળમાં છો. આ વાતો કોઈ સમજી ન
શકે. ભગવાન ભણાવે છે, જરા પણ કોઈની બુદ્ધિમાં નથી બેસતું. નિરાકાર ભગવાન જરુર આવશે
ને. આ ડ્રામા ખુબ વન્ડરફુલ બનેલો છે, આને તમે જાણો છો અને પાર્ટ ભજવી રહ્યાં છો.
ત્રિમૂર્તિ નાં ચિત્ર પર પણ સમજાવવું પડે-બ્રહ્મા દ્વારા સ્થાપના. વિનાશ તો
ઓટોમેટિકલી થવાનો જ છે. ફક્ત નામ રાખી દીધું છે. આ પણ ડ્રામા બનેલો છે. મુખ્ય વાત
છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો જંક (કાટ) ઉતરી જશે. સ્કૂલમાં જેટલું સારી
રીતે ભણશો, સારી આવક થશે. તમને ૨૧ જન્મનાં માટે હેલ્થ વેલ્થ મળે છે, ઓછી વાત છે
શું. અહીંયા ભલે વેલ્થ છે પરંતુ સમય નથી જે પુત્ર-પોત્ર ખાઈ શકે. બાપે બધું આ સેવામાં
લગાવી દીધું, તો કેટલું જમા થઈ ગયું. બધાનું થોડી જમા થાય છે. એટલાં લખપતિ છે, પૈસા
કામ આવશે નહીં. બાપ લેશે જ નહીં જે પછી આપવું પડે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બંધન
કાપવાની યુક્તિ રચવાની છે. જીગરી બાપથી પ્રીત રાખવાની છે. બાપનો બધાને સંદેશ આપી,
બધાનું કલ્યાણ કરવાનું છે.
2. દૂરાંદેશી બુદ્ધિ થી આ બેહદની રમત ને સમજવાની છે. બેગર ટૂ પ્રિન્સ બનવાનાં ભણતર
પર પૂરું ધ્યાન આપવાનું છે. યાદ નો સાચો-સાચો ચાર્ટ રાખવાનો છે.
વરદાન :-
સત્યતા નાં
આધાર પર એક બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા નિર્ભય ઓથોરિટી સ્વરુપ ભવ
સત્યતા જ પ્રત્યક્ષતા
નો આધાર છે. બાપ ને પ્રત્યક્ષ કરવા માટે નિર્ભય અને ઓથોરિટી સ્વરુપ બની ને બોલો,
સંકોચ થી નહીં. જ્યારે અનેક મતવાળા ફક્ત એક વાતને માની લેશે કે આપણા બધાનાં બાપ એક
છે અને એ જ હવે કાર્ય કરી રહ્યાં છે, આપણે બધાં એક ની સંતાન એક છીએ અને આ એક જ
યથાર્થ છે.. તો વિજય નો ઝંડો લહેરાઈ જશે. આ જ સંકલ્પ થી મુક્તિધામ જશો અને પછી
જ્યારે પોત-પોતાનો પાર્ટ ભજવવા આવશો તો પહેલાં આ જ સંસ્કાર ઇમર્જ (જાગૃત) થશે કે
ગોડ ઇજ વન (ભગવાન એક છે). આ જ ગોલ્ડન એજ (સતયુગ) ની સ્મૃતિ છે.
સ્લોગન :-
સહન કરવું જ
સ્વયં નાં શક્તિરુપ ને પ્રત્યક્ષ કરવાનું છે.